top of page
Search

"रोगा: सर्वेऽपि मन्देऽग्नौ"

  • Writer: Dr. N. H. Purohit
    Dr. N. H. Purohit
  • Apr 26, 2023
  • 1 min read

ree

આયુર્વેદ ની સંહિતા અષ્ટાંગ હ્રદય મા આપેલ આ શ્લોક બધુ સમજાવી જાય છે.

તમારા બધા રોગોનુ મુળ કારણ મન્દ પડેલ અગ્નિ (Digestion) છે.


*આયુર્વેદ પ્રમાણે અગ્નિ બે પ્રકારની હોય છે.*

1 સમ (વ્યવસ્થિત)

2 ખરાબ


*ખરાબ અગ્નિ પણ 3 પ્રકાર ની છે.*

1. મન્દ (low)

2. તીક્ષ્ણ (very strong)

3. વિષમ (irregular)


આ ખરાબ અગ્નિ ના લીધે ખાધેલ ખોરક માથી જરૂરી પોષક તત્વો શરીર ને મળતા નથી, જેના લીધે રોગ થાય છે.


*1.મન્દ અગ્નિ*

મન્દ અગ્નિ ના લીધે ખોરાક ના પાચન મા વાર લાગે છે અને ભારે ખોરાક પચતો નથી.

આ પચ્યા વિનાનો ખોરાક શરીર મા ભેગો થઇ ને શરીરના માર્ગોને અવરોધ કરે છે.પરિણામે રોગ થાય છે.

જેમ કે

-કબજીયાત

-શરદી

-હરસ

-બી.પી. ની તકલીફ

-હ્રદયરોગ

-ડાયાબિટીસ

-પથરી


આ બધુ અટકાવવા મન્દ અગ્નિ વાળાઓ નીચે પ્રમાણે કરી શકે

-ઉપવાસ

-હળવો આહાર

-સ્વેદન

-ભારે આહાર જેવા કે... મીઠાઈ, અડદ, વગેરેનો સંયમ પૂર્વક પ્રયોગ


*2.તીક્ષ્ણ અગ્નિ

તિક્ષ્ણ અગ્નિના લીધે કોઈ પણ ખોરાક બળી જાય છે અને બળેલા ખોરાકમાંથી પોષણ મળતું નથી.

તેના લીધે શરીર સુકાય છે. અને રોગો જેવા કે...

-ટી.બી.

-હરસ

-ઝાળા

-રક્તપિત્ત


રોગ અટકાવવા નીચે પ્રમાણે કરવુ

- ઠંડક આપતા ખોરાક

- દુધ ઘી વગેરે ખાવુ

- ગરમી નો ત્યાગ

- તીખુ ઓછુ ખાવુ


*3.વિષમ અગ્નિ*

આમા ક્યારેક અગ્નિ વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે.

એના લીધે ખોરાક પચવામા પણ અનિશ્ચિતતા આવી જાય છે.

અને રોગો જેવા કે

- ક્યારેક કબજીયાત

- ક્યારેક ઝાળા

- પેટ મા આફરો ચડવો

- ઉલ્ટી....


આ રોગ અટકાવવા

- ભુખ પ્રમાણે ખાવુ

- ઘી નો વધુ પ્રયોગ કરવો

- સ્નેહન સ્વેદન કરવુ

- બેકરી ની વસ્તુઓ ઓછી ખાવી


આ બધી માહિતી ઉપરાંત પણ રોગ અનુસાર અલગ અલગ નિયમો હોય છે.

 
 
 

Comments


Post: Blog2_Post
bottom of page